આજરોજ તારીખ 4. 3. 2025 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 59 માં પદવીદાન સમારોહમાં સંસ્કૃત ભવનના વિદ્યાર્થિની અલકા લીંબાસીયાને એમ. એ. સંસ્કૃતમાં સૌથી વધુ માર્ક્સ મેળવવા માટે સંસ્કૃત વિષયનો યુ.એન. ઢેબર સુવર્ણચંદ્રક અને ચાર પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. એમ. એ . કક્ષાએ સળંગ દશ ક્રમાંક (Top Ten) ના પુરસ્કાર પણ આ ભવનના વિદ્યાર્થીઓને મળે છે. એ જ રીતે આ ભવનમાં અત્યારે એમ.એ. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને ધર્મેન્દ્રસિંહજી વિનયન કોલેજમાંથી બી. એ. પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ મેળવવા માટે હીરપરા શુભમ્ ને સંસ્કૃત વિષયનો સ્વર્ગસ્થ એમ.ડી. સોલંકી સુવર્ણચંદ્રક અને અને આઠ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. સંસ્કૃત ભવનના આ બંને વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયેલ સન્માનથી ભવનના સૌ વિદ્યાર્થીઓ અનેરો આનંદ અને ઉત્સાહ અનુભવે છે. ભવનના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સુવર્ણચંદ્રક અને પારિતોષિક વિજેતા સૌને અઢળક શુભેચ્છા અને અભિનંદન પાઠવે છે.
शिवास्ते पन्थानः सन्तु ।